વડોદરા: 22 વર્ષની યુવતી આર્મીમાં બની લેફ્ટેનન્ટ, ચલાવે છે રોકેટ લોન્ચર
ઇન્ડિયન આર્મીમાં લેફ્ટેનન્ટ બનેલ વડોદરાની શુભમ સોંલકી.
ઇન્ડિયન આર્મી જોઇન કરીને દેશની સેવા કરવાનો અવસર મેળવવો ગર્વ અને ખૂશીની વાત હોય છે. વડોદરામાં અભ્યાસ કરી આર્મીની સી.ડી.એસ. એક્ઝામ પાસ કરનાર શુભમ સોલંકીએ સફળતા પૂર્વક ઑફિસર્સ ટ્રેનિંગ કમ્પલિટ કરી છે. તાજેતરમાં જ ચેન્નાઇ ખાતે યોજાયેલી પાસીંગ આઉટ પરેડ બાદ શુભમ સોંલકીની ટ્રેનિંગ પૂર્ણ થતાં ઇન્ડિયન આર્મીમા લેફ્ટેનન્ટની પદવી મળી છે. શહેરમાં એરફૉર્સમા ફરજ બજાવી અને નિવૃત થનારા પિતા માટે પણ ખૂશીની વાત છે કે પિતાના પગલે તેમની દીકરીએ દેશની સેવા કરવાનું પસંદ કર્યું છે. શુભમે ટ્રેનિંગ દરમિયાન એ.કે.47 રાયફલ અને રોકેટ લોન્ચર સહિતના હથિયારો ચલાવવાની તાલિમ લીધી છે. આ સિવાય જુડો, બાસ્કેટબોલ, સ્વિમિંગ, 10 મીટર જંપ સહિતની રમતોમાં પણ પારંગત બની છે.