Parvati Baugh - Location
ગુજરાતી એટલે ફરવા ના શોખીન જીવડાં કહી શકાય, એમાંથી અમે પણ એક, આ વિડિઓ શ્રીખંડ કૈલાશ મહાદેવ નો છે, જ્યાં અમે ટ્રેકિંગ કરવા ગયા હતા, એ પણ કોઈ પણ સેફટી ઇકવીપમેન્ટ્સ વગર અને તેની હાઈટ લગભગ ૨૦૦૦૦ ફુટ ઉપ્પર છે, જેને કારણે શ્વાસ લેવામાં પણ થોડી ઘણી તકલીફ પડે કારણકે, આપડે સીટી માં રહેતા હોઈએ એટલે, આપણ ને પહાડ ચડવાનો કોઈ પણ પ્રકાર નો અનુભવ ના હોય કારણ કે કાયમ સીધા રોડ જ જોયા હોય અને, ચાલવાની પ્રેક્ટિસ પણ રોડ પર જ હોય છે એ સ્વાભાવિક છે. પણ જો મરજી હોય તો માણસ કઈ પણ કરીજ શકે છે, માત્ર ઈચ્છા શક્તિ હોવી જોઈએ. અમે દર વર્ષે એક નવીજ જગ્યા એ મુલાકાત લઈએ છે. શ્રીખંડ કૈલાશ જવા માટે કુલ્લ્લું જવું પડે આ યાત્રા માટે અને અને ત્યાંથી બેસ કેમ્પ માટે તમારે "જાઉં" કરીને એક નાનકડું ગામ છે ત્યાં થી યાત્રા નો ટ્રેક શરુ થાય છે, વધારે માહિતી માટે બીજા વિડિઓ જોતા રહો.