15 March 2016
ચાઈલ્ડ લેબર
Child labour refers to the employment of children in any work that deprives children of their childhood, interferes with their ability to attend regular school, and that is mentally, physically, socially or morally dangerous and harmful. This practice is considered exploitative by many international organisations. if you would like to donate any amount please login to www.savethechildren.in/Child_Labour



14 March 2016
ક્રિકેટરો નો વાક નથી, આ દુનીયા આખી ફિક્સ છે, નેતાઓ ને ખાદી અને પોલીસ ને ખાખી ફિક્સ છે. સોનોગ્રાફી ની શોધ થતા બાબો કે બેબી ફિક્સ છે,મોત નુ ભલે નક્કી નથી પન મરવા નુ તો ફિક્સ છે.બોગસ વોટીંગ થાય પછી ચુંટાવા નુ ફિક્સ છે,ને પ્રજા ના પૈસે પ્રધાનો ને પરદેશ જવાનુ ફિક્સ છે.
ગોખેલા વચનો ની વર્ષા, વરસાવાનુ ફિક્સ છે. ને વફાદારી ના સોગંદ ખાઈ ની મારી ખાવા નુ ફિક્સ છે. ડોનેશન આપો ડુંટી ઉપર, એડમીશન તો ફિક્સ છે, ફુટી ગયેલા પેપર ઉપર એક્ષામીનેશન તો ફિક્સ છે. ઇન્ટર્વ્યુ ઓપન રાખે, પણ સીલેક્શન તો ફિક્સ છે,જ્યા કારકુન, જ્યા કચેરી, કરપ્શન તો ફિક્સ છે.
હું મારી હયાતી નિભાવ્યા કરું છું
સમયની દિવાલે ચણાયા કરું છું
ઘણા માર્ગ છે પણ જવું કંઈ દિશાએ?
મથામણમાં પાસેનું ખોયા કરું છું
હકીકત હથેળીથી સરકી રહી છે
ધુમાડાને મુઠ્ઠીમાં પકડ્યા કરું છું
વીતેલી પળોને ફરી માણવાને
વસંતોને નાહક વગોવ્યા કરું છું
બરફના પહાડો સમી જિંદગીમાં
સ્વયં ઓગળું છું ને ચાલ્યા કરું છું
ભર્યુંભાદર્યું ઘર ને હું તો અજાણ્યો
અજબ છે તમાશો: નિહાળ્યા કરું છું
13 March 2016
ગુજરાતી ભાષાનો વૈભવ
હથેળી મા વાળ નહી, ગધેડા ને ગાળ નહી
ઉંદર ને ઉચાળો નહી, મિંદડી ને માળો નહી
કુવારા ને સાળો નહી, અને કયાય હંસ કાળો નહી
સંસારી ને ભેખ નહી, મરણ મા કેક નહી
સાઇકલ મા જેક નહી, અને વાંઢા ને બ્રેક નહી
કડી ઉપર તાળુ નહી, લાડુ ઉપર વાળુ નહી
કોટ ઉપર શાલ નહી, બખતર ઉપર ઢાલ નહી
કેરડા મા પાન નહી, અને ઘર જમાય ને માન નહી
કુતરાની પૂછડી સિધી નહી, અને કજીયામા વિધિ નહી
ડૂંગરા નરમ નહી, ગુલફિ ગરમ નહી
પાપી ને ધરમ નહી, અને દિગંબર ને શરમ નહી
ફળ ફુલ મા કયાય હાંધો નહી, અને હવે તમે
આગળ મૉકલૉ તો વાંધો નહી...
પકો ગુજરાતી નો વટ્ટ
ગુજરાતી એટલે કોણ ?
રોમ માં જઈને રસપુરી અને પેરીસ માં જઈને પાતરા ખાઈ જાણે એ ગુજરાતી. વિશ્વના પાંચ કરોડોપતિ માં બે ગુજરાતી. સુખનો વેપનો અને દુખ ની ઉજાણી કરી જાણે એ ગુજરાતી. ગઝલ હોય કે શેર આપણા શેરબઝાર નો "શેર" ગુજરાતી. અરે હોળી, દિવાળી, નોરતા કે સોગઠાબાજી એ ખેલ ગુજરાતી. ભગવાન ભલે ને જાણતો હશે હજારો ભાષા પણ એને પણ ગુજરાતી થવાનું થાય એ ભાષા ગુજરાતી. કાઠીયાવાડ થી કેલીફોર્નિયા સુધી થેઠે ઠેઠ ગુજરાતી. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. ચંદ્ર પર પગ મુકનાર કોઈ પણ દેશ નો હશે પણ એની ઉપ્પર દુકાન માંગનારો પહેલો માનસ એ ગુજરાતી.
ગુજરાતી એટલે કોણ ?
રોમ માં જઈને રસપુરી અને પેરીસ માં જઈને પાતરા ખાઈ જાણે એ ગુજરાતી. વિશ્વના પાંચ કરોડોપતિ માં બે ગુજરાતી. સુખનો વેપનો અને દુખ ની ઉજાણી કરી જાણે એ ગુજરાતી. ગઝલ હોય કે શેર આપણા શેરબઝાર નો "શેર" ગુજરાતી. અરે હોળી, દિવાળી, નોરતા કે સોગઠાબાજી એ ખેલ ગુજરાતી. ભગવાન ભલે ને જાણતો હશે હજારો ભાષા પણ એને પણ ગુજરાતી થવાનું થાય એ ભાષા ગુજરાતી. કાઠીયાવાડ થી કેલીફોર્નિયા સુધી થેઠે ઠેઠ ગુજરાતી. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. ચંદ્ર પર પગ મુકનાર કોઈ પણ દેશ નો હશે પણ એની ઉપ્પર દુકાન માંગનારો પહેલો માનસ એ ગુજરાતી.
11 March 2016
ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;
અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.
તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.
અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો
હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો
જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.
ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.
ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.
ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.
અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.
તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.
અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો
હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો
જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.
ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.
ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.
ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.
10 March 2016
ભલે હું PIZZA ને PIJAA કહેતો હોઉં
ભલે હું ZERO ને JIRO કહેતો હોઉં
ભલે હું SNACKS ને SNAKES કહેતો હોઉં
ભલે હું IMPOSSIBLE ને UNPOSSIBLE કહેતો હોઉં
પણ સભ્યતાં, સંસ્કૃતિ, સંસ્કાર, દુનિયાદારી અને બીઝનેસમાં વિશ્વમાં બધાથી આગળ છું
ત્યારે તો ગર્વથી કહુ છું કે,
“હું ગુજરાતી છું”
“ગર્વ છે ગુજરાતમાં છું, ગર્વ છે ગુજરાતી છું !”
08 March 2016
07 March 2016
Subscribe to:
Posts (Atom)