Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

14 March 2016



અરે આ તો નજર નજર ની વાત છે, મારી એના પરથી હટતી નથી,
ને એની મારા પર પડતી નથી...



મહેસાણા ની સાયરી GJ-2

તમારી યાદો "મો", અમી તડપતા "તા"...
ઓશ્યું ભરી ભરી ને અમી રોતા "તો"...
નો તો કરવો જો અમારી જોડે પ્રેમ, 
તો શું લૂમ લેવા અમારી હોમું જોતા "તો"...


હજી પણ પાતળા કપડાં થી સૂરજ ને એ હંફાવે છે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.


હું મારી હયાતી નિભાવ્યા કરું છું
સમયની દિવાલે ચણાયા કરું છું

ઘણા માર્ગ છે પણ જવું કંઈ દિશાએ?
મથામણમાં પાસેનું ખોયા કરું છું


હકીકત હથેળીથી સરકી રહી છે
ધુમાડાને મુઠ્ઠીમાં પકડ્યા કરું છું

વીતેલી પળોને ફરી માણવાને
વસંતોને નાહક વગોવ્યા કરું છું

બરફના પહાડો સમી જિંદગીમાં
સ્વયં ઓગળું છું ને ચાલ્યા કરું છું

ભર્યુંભાદર્યું ઘર ને હું તો અજાણ્યો
અજબ છે તમાશો: નિહાળ્યા કરું છું
"શુભ સવાર"


13 March 2016

ગુજરાતી ભાષાનો વૈભવ

હથેળી મા વાળ નહી, ગધેડા ને ગાળ નહી
ઉંદર ને ઉચાળો નહી, મિંદડી ને માળો નહી
કુવારા ને સાળો નહી, અને કયાય હંસ કાળો નહી
સંસારી ને ભેખ નહી, મરણ મા કેક નહી
સાઇકલ મા જેક નહી, અને વાંઢા ને બ્રેક નહી
કડી ઉપર તાળુ નહી, લાડુ ઉપર વાળુ નહી
કોટ ઉપર શાલ નહી, બખતર ઉપર ઢાલ નહી
કેરડા મા પાન નહી, અને ઘર જમાય ને માન નહી
કુતરાની પૂછડી સિધી નહી, અને કજીયામા વિધિ નહી
ડૂંગરા નરમ નહી, ગુલફિ ગરમ નહી
પાપી ને ધરમ નહી, અને દિગંબર ને શરમ નહી
ફળ ફુલ મા કયાય હાંધો નહી, અને હવે તમે
આગળ મૉકલૉ તો વાંધો નહી...

પકો ગુજરાતી નો વટ્ટ

ગુજરાતી એટલે કોણ ?


રોમ માં જઈને રસપુરી અને પેરીસ માં જઈને પાતરા ખાઈ જાણે એ ગુજરાતી. વિશ્વના પાંચ કરોડોપતિ માં બે ગુજરાતી. સુખનો વેપનો અને દુખ ની ઉજાણી કરી જાણે એ ગુજરાતી. ગઝલ હોય કે શેર આપણા શેરબઝાર નો "શેર" ગુજરાતી. અરે હોળી, દિવાળી, નોરતા કે સોગઠાબાજી એ ખેલ ગુજરાતી. ભગવાન ભલે ને જાણતો હશે હજારો ભાષા પણ એને પણ ગુજરાતી થવાનું થાય એ ભાષા ગુજરાતી. કાઠીયાવાડ થી કેલીફોર્નિયા સુધી થેઠે ઠેઠ ગુજરાતી. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. ચંદ્ર પર પગ મુકનાર કોઈ પણ દેશ નો હશે પણ એની ઉપ્પર દુકાન માંગનારો પહેલો માનસ એ ગુજરાતી. 



A Song For Gujratis



શુભ સવાર


12 March 2016

રાજકોટીયન કોલેજીયનની કમાલ, હેન્ડમેઇડ 9 ફુટ લાબું 1000 CCનું બાઇક


7 વર્ષની મહેનત, 9 ફૂટ લાંબું બાઇક અને 1 હજાર સીસીનું ફોર સ્ટ્રોક એન્જીન , 6 સ્પીડ ગીયર, હાઇડ્રોલિક ક્લચ, એક ફૂટ પહોળું ટ્યુબલેસ ટાયર. આ કોઈ આંતરરાષ્ટ્રીય કંપનીએ બાઇકની સુવિધા નથી પરંતુ આ  રાજકોટના યુવાને બનાવેલા હેન્ડમેઈડ બાઈકની ખાસીયત છે. 



શુભ સવાર

11 March 2016


ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;
અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.
તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.
અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો
હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો
જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.
ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.
ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.
ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

શુભ સવાર

10 March 2016

ભલે હું PIZZA ને PIJAA કહેતો હોઉં ભલે હું ZERO ને JIRO કહેતો હોઉં ભલે હું SNACKS ને SNAKES કહેતો હોઉં ભલે હું IMPOSSIBLE ને UNPOSSIBLE કહેતો હોઉં પણ સભ્યતાં, સંસ્કૃતિ, સંસ્કાર, દુનિયાદારી અને બીઝનેસમાં વિશ્વમાં બધાથી આગળ છું ત્યારે તો ગર્વથી કહુ છું કે, “હું ગુજરાતી છું” “ગર્વ છે ગુજરાતમાં છું, ગર્વ છે ગુજરાતી છું !”

શુભ સવાર

09 March 2016


આપણ ને વાંરવાર આ ડાયેલોગ આપડા પરીવાર વાળા સંભળાવતા હોય છે..જરા એક નજર મારીએ શું એક્સપેક્ટ કરે છે આપડી જોડે.


શુભ સવાર

08 March 2016


શુભ સવાર

07 March 2016



અત્યાર ની રિયાલિટી...

શુભ સવાર

06 March 2016


શ્રી સરિતા જોશી ની ધાસુ સ્પીચ આપણી નોર્મલ લાઈફ ઉપર.



શુભ સવાર

05 March 2016


શુભ સવાર

04 March 2016



શુભ સવાર

03 March 2016


શુભ સવાર

02 March 2016



શુભ સવાર