2 કરોડના ખર્ચે બની ગુજરાતી ફિલ્મ, બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ
કેવી રીતે જઈશ, બે યાર, પ્રેમજી, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, છેલ્લો દિવસ જેવી અર્બન ગુજરાતી ફિલ્મોની સફળતા બાદ વધુ એક અર્બન ગુજરાતી ફિલ્મ આવી છે 'રોમિયો એન્ડ રાધિકા' નાકોડા ફિલ્મના સુરેશભાઇ શાહ નિર્મિત અને યુવા દિગ્દર્શક સિદ્ધાર્થ ત્રિવેદી દ્વારા ફિલ્મની મ્યુઝિક લોંચ પાર્ટી એસજી હાઈવે પર આવેલી હોટેલમાં યોજાઈ હતી. ફિલ્મમાં મુખ્ય કલાકારો તુષાર સાધુ અને વિધિ પરીખ છે. 2.5 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મમાં બોલિવૂડના જાણીતા કલાકારો રાજ પ્રેમી, મુશ્તાક ખાન અને શાહબાઝ ખાન પણ અભિનય કરી રહ્યાં છે.
કોણ છે ફિલ્મના અભિનેતા-અભિનેત્રી ?
અભિનેત્રી વિધિ પરીખે જાણીતી મોડેલ છે અને સાડા પાંચ વર્ષથી મોડેલિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. આ પહેલાં તેણે એક હિન્દી ફિલ્મ 'મુકદ્દરપુર કા મજનુ' કરી છે. જે આ વર્ષે જ રિલિઝ થશે. અભિનેતા તુષાર સાધુ આ પહેલાં એક ગુજરાતી ફિલ્મ 'દેશબુક'માં જોવા મળ્યો હતો અને 'રોમિયો એન્ડ રાધિકા' બાદ તે વધુ એક ફિલ્મ 'તું તો ગયો' કરી રહ્યો છે.

જો લોકો કનેક્ટ થાય તો ગુજરાતી ફિલ્મો ચાલે જ: વિધિ પરીખ
ફિલ્મ અંગે વાત કરતા અભિનેત્રી વિધિ પરીખે કહ્યું હતું કે, આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. હવે સારી ગુજરાતી ફિલ્મો બની રહી છે અને તેને વધુ ને વધુ આગળ લઈ જઈ શકાય તેમ છે. ગુજરાત પાસે ટેલેન્ટ, લોકેશન અને પૈસા બધુ જ છે. જો લોકોને આપણે કનેક્ટ કરી શકીશું તો લોકો સો ટકા વધારેને વધારે ગુજરાતી ફિલ્મો જોતા થશે.

No comments:
Post a Comment