

શંખ એ હિંદુ ધર્મ ની આધીદેવ સંપતિ માનવા માં આવે છે. મંદિરો માં શંખનાદ થકી પવિત્રતા નું નિર્માણ થાય છે. શંખનાદ ના કારણેજ અનીસ્ત તત્વો નું નિવારણ થાય છે. અને માનવી ભય મુક્ત બને છે. આ મુદ્રયામ થી આપના હાથ માં જ આંગળીયો અને અંગુઠા વચ્ચે જગ્યા રહે છે. ત્યાં શંખ ના મુખ જેવો આકાર બને છે. અહી મુખ ને ગોઠવી વ્યવસ્થિત પધ્ધતિ થી ધીમે ધીમે શ્વાસ ભરવાથી શંખ જેવો ધ્વની ઉત્પન થાય છે. અને અવશ્ય પણે અનિસ્ત નિવારણ તેમજ ઇસ્ટ નું સર્જન થાય છે. ચિંતા, ઉદ્વેગ, અને સ્ત્રેસ્સ દુર કરવા થાય છે. તાજગીભર્યા સકારાત્મક વિચારો આવે છે. સવાર માં જાગી ને તરત ફક્ત ૬ મિનીટસ આ મુદ્રા ફક્ત ૫ દિવસમાં જ દેખીતું પરિણામ આપી શકે છે. પ્રથમ પ્રયત્ન માં શંખ જેવો ધ્વની કદાચ ના સંભળાય, તો પણ પ્રયત્ન મૂકી નહિ દેવાનો, ૫ થી ૬ દિવસ માં ચોક્કસ પરિણામ પ્રાપ્ત થશે.
No comments:
Post a Comment