
ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમીતાભ બચ્ચન ૨૮મીથી ગુજરાતમાં શુટિંગ કરે તેવી શકયતા
ગુજરાતના બ્રાન્ડ અમ્બેસેડર અને મિલેનિયમ સ્ટાર અમીતાભ બચ્ચન ૨૮મી મેથી એક સપ્તાહ સુધી ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકઉત્સવને આવરી લેતી આઠેક જેટલી વિવિધ એડ. ફીલ્મના શુટિંગ માટે ગુજરાતમાં આવે તેવી શકયતા છે.અલબત્ત, અમીતાભ બચ્ચનના આગમન અંગે સરકારી વિભાગ દ્વારા અત્યંત ગુપ્તતા સેવાઈ રહી છે. ગુજરાત સરકારે અમીતાભને લઈને ખુશ્બુ ગુજરાત કી નામની એડ ફિલ્મો બનાવવાનું આયોજન કયું છે.જેમાં બચ્ચન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને લોકમિજાજ, લોકમેળા, ઉત્સવ, જયોતિર્લિંગ સોમનાથ મંદિર, ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા, ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર તથા કર્મભૂમિ અમદાવાદના પ્રસિધ્ધ સાબરમતી આશ્રમ અને પટોળા માટે પ્રસિધ્ધ પાટણ જેવા વિવિધ સ્થળોએ શુટિંગ કરશે.
જાણકાર સૂત્રોના કહેવા મુજબ બચ્ચન આગામી ૨૮મીએ એશિયાટિક સિંહ માટે પ્રસિધ્ધ સાસણની મુલાકાત લઈને એડનું શુટિંગ કરશે. એક સ’ાહના રોકાણ દરમિયાન બચ્ચન રાજ્યની સાંસ્કૃતિ ધરોહર સમાન અનેક ઐતિહાસિક-પૌરાણિક સ્થળોનું પણ શુટિંગ કરશે. અલબત્ત, બચ્ચનના આગમન અંગે પ્રવાસન વિભાગ દ્વારા કોઈ સત્તાવાર કાર્યક્રમ કે જાહેરાત કરવામાં આવી નથી.
No comments:
Post a Comment