27 March 2016
26 March 2016
25 March 2016
22 March 2016
21 March 2016
20 March 2016
19 March 2016
શડ્યન્ત્રો નું એન્ટીવાયરસ
સામાન્ય રીતે આપડે ડેઈલી સોપ એટલે કે ટીવી સીરીઅલ ખુબજ જોતા હોઈએ છે. અને આપડા ઘરમાં તેને દરરોજ જોવાની આદત અને વધતીજ રહે છે. થોડા સમય થી મેં અનુભવેલી વાત અત્યારે આપની સમક્ષ કહી રહ્યો છું. કોઈ પણ નવી સીરીયલ ચાલુ થાય છે એકદમ પરફેક્ટ મોડ થી અને એમાં બતાવે છે ફેમીલી વેલ્યુ અને શું નહિ, પણ માત્ર એક અઠવાડિયા પછી એમાં ચાલુ થઇ જાય છે શડ્યન્ત્રો નું એન્ટીવાયરસ. અને ત્યારે બહુજ હસું આવે જયારે આપડા ઘરમાં પડાપડી થાય એ સીરીયલ જોવા માટે. ક્યારેક વિચારજો કે આપડે મનોરંજન માટે જોઇયે છે કે આપનો ટેસ્ટ બદલાઈ ગયો છે મનોરંજન નો...
18 March 2016
વડોદરા: 22 વર્ષની યુવતી આર્મીમાં બની લેફ્ટેનન્ટ, ચલાવે છે રોકેટ લોન્ચર
ઇન્ડિયન આર્મીમાં લેફ્ટેનન્ટ બનેલ વડોદરાની શુભમ સોંલકી.
ઇન્ડિયન આર્મી જોઇન કરીને દેશની સેવા કરવાનો અવસર મેળવવો ગર્વ અને ખૂશીની વાત હોય છે. વડોદરામાં અભ્યાસ કરી આર્મીની સી.ડી.એસ. એક્ઝામ પાસ કરનાર શુભમ સોલંકીએ સફળતા પૂર્વક ઑફિસર્સ ટ્રેનિંગ કમ્પલિટ કરી છે. તાજેતરમાં જ ચેન્નાઇ ખાતે યોજાયેલી પાસીંગ આઉટ પરેડ બાદ શુભમ સોંલકીની ટ્રેનિંગ પૂર્ણ થતાં ઇન્ડિયન આર્મીમા લેફ્ટેનન્ટની પદવી મળી છે. શહેરમાં એરફૉર્સમા ફરજ બજાવી અને નિવૃત થનારા પિતા માટે પણ ખૂશીની વાત છે કે પિતાના પગલે તેમની દીકરીએ દેશની સેવા કરવાનું પસંદ કર્યું છે. શુભમે ટ્રેનિંગ દરમિયાન એ.કે.47 રાયફલ અને રોકેટ લોન્ચર સહિતના હથિયારો ચલાવવાની તાલિમ લીધી છે. આ સિવાય જુડો, બાસ્કેટબોલ, સ્વિમિંગ, 10 મીટર જંપ સહિતની રમતોમાં પણ પારંગત બની છે.
16 March 2016
Subscribe to:
Posts (Atom)